મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ
SHARE
મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની ખાસ દુઆ કરવામાં આવી
મોરબીમાં તાજેતરમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો. અને ઉર્સ નિમિત્તે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો તેમજ રાત્રિના સમયે વાઈઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહ્યા હતા આ ઉર્ષ નિમિત્તે બપોરે ૪:૦૦ કલાકે સિદ્દીકી મસ્જિદ ખાતે કુરઆન ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અસરની નમાજ બાદ સિદ્દીકી મસ્જિદથી ચાદર શરીફ સાથે મિલાદે મુસ્તફા પઢતા પઢતા મુસ્લિમ બિરાદરોનું જુલૂસ મોરબીના મોટા કબ્રસ્તાન ખાતે પહોંચ્યું હતું.
મોરબીમાં મોટા કબ્રસ્તાન ખાતે મિલાદે મુસ્તફાના પઢતા સાથે સંદલ શરીફ ચઢાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચાદરપોશી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી સહિત સમગ્ર દેશમાં ચેન, અમન, સુકૂન અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેવી ખાસ દુઆએ ખેર કરવામાં આવી હતી. હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો જે રીતે પરસ્પર ભાઈચારાની ભાવનાથી વિવિધ તહેવારો સાથે મળીને ઉજવે છે, આ સુંદર પરંપરા આવનારી પેઢીઓ પણ જાળવી રાખે અને સમાજમાં એકતા, ભાઈચારો તથા નેકી વધે તેવી ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રે ઈશાની નમાજ બાદ મોરબી નેહરુ ગેઈટ નજીક ગઢની રાંગ, સિપાઈવાસ ખાતે ભવ્ય વાઈઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળ ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મોરબીમાં પ્રથમવાર આવેલા ખતીબે ખાસ ગુલે ગુલઝારે પંજતન, શહેઝાદા-એ-હુઝૂર ગાઝી-એ-મિલ્લત, હુઝૂર મુહાફિઝે મિલ્લત હઝરત સૈયદ મોહમ્મદ સમદાની અશરફ અશરફી અલ જીલાની, કછૌછા શરીફ, યુ.પી. દ્વારા વાઈઝ કરવામાં આવી હતી. આ સમગ્ર ઉર્ષની ઉજવણી પીર મદની સરકાર ઉર્સ કમિટી, મદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મદની સરકાર ગ્રુપ, મોરબી દ્વારા ધાર્મિક આસ્થા અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી.