મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ મોરબીના રંગપર ગામે કારખાનાની ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત મોરબીના નીચી માંડલ-હળવદના સરંભડા ગામે હેવી વીજ લાઈનમાંથી વાયર તૂટવા મામલે ખેડૂતોએ કરી લેખિતમાં પોલીસ ફરિયાદ મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં 3 અને દીઘડીયામાં 1 રેડ: 5 મહિલા સહિત કુલ 28 લોકો જુગાર રમતા પકડાયા


SHARE







મોરબી શહેરમાં 3 અને દીઘડીયામાં 1 રેડ: 5 મહિલા સહિત કુલ 28 લોકો જુગાર રમતા પકડાયા

મોરબી શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર તથા હળવદ તાલુકાના દીઘડીયા ગામે 1 જુગારની રેડ કરવામાં આવી હતી અને આ ચાર રેડ દરમિયાન 5 મહિલા સહિત કુલ 28 લોકો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે રોકડ રકમ સાથે તેઓની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પિયુષભાઈ ડાયાભાઈ ભટાસણા (35) રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક 202 મોરબી, જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી (34) રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક નંબર 701 મોરબી, નિકેતભાઈ ઘનશ્યામભાઈ સારીયા (30) રહે. 402 ઓપેરા ટાવર રવાપર, સંજયભાઈ મહાદેવભાઇ બારૈયા (42) રહે. શિવ એપાર્ટમેન્ટ ધર્મ ભક્તિ સોસાયટી મોરબી, ભરતભાઈ શીવાભાઈ પરેચા (50) રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક નંબર 704 મોરબી, દિપાલબેન નિકેતભાઈ સાધરીયા (29) રહે. ઓપેરા ટાવર રવાપર, જલ્પાબેન જોનીભાઈ વાછાણી (37) રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક 701 મોરબી, શર્મિલાબેન સંજયભાઈ બારૈયા (41) રહે 202 શિવ એપાર્ટમેન્ટ ધર્મ ભક્તિ સોસાયટી મોરબી, મિતલબેન પિયુષભાઈ ભટાસણા (35) રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક 202 મોરબી તથા નિધિબેન મુકેશભાઈ મણવર (31) રહે. માટેલ પાર્ક ગોંડલ ચોકડી, રાજકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 24,200 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઈન રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા (36), તુલસીભાઈ છગનભાઈ ચૌહાણ (35), જીગ્નેશભાઈ મનસુખભાઈ મકવાણા (32), આકાશભાઈ દિનેશભાઈ બોસિયા (32), સુમિતભાઈ જયંતીભાઈ સારેસા (25), કિશોરભાઈ બાબુભાઈ જાદવ (39) અને દીપકભાઈ રવજીભાઈ ચૌહાણ (40) રહે. બધા રોહીદાસપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 16,650 ની રોકડ કબજે કરીને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે. જયારે મોરબીમાં જૂની આરટીઓ ઓફિસ સામે રામદેવ હોટલની પાછળના ભાગમાં જુગારની રેડ કરી હતી ત્યારે મહેબૂબશા બાપુશા શાહમદાર (52) રહે. વીસીપરા મોરબી, અબ્દુલભાઈ ઇસ્માઈલભાઈ ખોખર (44) રહે. ભારતપરા પંચાસર રોડ મોરબી, આસિફભાઇ કરીમભાઈ પઠાણ (37) રહે. કબીર ટેકરી મોરબી, મુનિરભાઈ અકબરભાઈ રામા (38) રહે. જનકનગર મોરબી. તોસિફશા ફારુકશા શાહમદાર (31) રહે. વીસીપરા મોરબી, સોકતભાઈ વલીભાઈ બાંભણીયા (42) રહે. શ્રીજી સોસાયટી વાવડી રોડ મોરબી અને ઇસ્માઈલભાઈ અલ્લારકખાભાઇ ચાનિયા (53) રહે. વાઘપર મોરબી વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 24,200 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો ન થયો છે.

હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ માહિતી ત્યારે દીઘડીયા ગામે નગીનભાઈ ઉર્ફે અંબારામભાઈ કવાડીયાના વાડીના શેઢામાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નગીનભાઈ ઉર્ફે આંબારામભાઈ છન્નાભાઈ કવાડિયા (58) રહે. હળવદ, ધરમશીભાઈ ઘોઘાભાઈ ગડેસીયા (43) રહે. દિઘડીયા, પોલાભાઈ વેરશીભાઈ ગડેસીયા (36) રહે દિઘડીયા અને હીરાભાઈ ગોરધનભાઈ ગડેસીયા (40) રહે. દીઘડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,540 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.




Latest News