વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને કેટલાક લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. શનિવારે સવારથી લઈને સાંજ સુધી મેઘરાજાએ મોરબી શહેર અને તાલુકામાં સટાસટી કરી દીધી છે જેથી લગભગ આઠેક ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે અને તેના કારણે અનેક સોસાયટી વિસ્તારોમાં લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે જો વાત કરીએ મહેન્દ્રનગર ગામની તો ધાયડી વિસ્તારમાં વરસાદી પાણીનો જે કુદરતી નિકાલ હતો તે બંધ હોવાના કારણે હાલમાં સમગ્ર ધાયડી વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગઈ હોય તે રીતે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ખાસ કરીને લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા ત્યારે લોકોને વરસાદી પાણી ભરાવાની આ કાયમી પીડામાંથી કયારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે.






Latest News