ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા


SHARE







હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા

હળવદ તાલુકામાં સવારથી લઈને સાંજ સુધીમાં ખૂબ સારો વરસાદ થયો હતો જેથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું તંત્ર દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે જો હળવદ તાલુકાની વાત કરીએ તો સવારથી લઈને સાંજ સુધીમાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો જેથી કરીને ચોમેર પાણી પાણી થઈ ગયું હતું અને તેવામાં માલણીયાદ, રણમલપુર, કીડી, જોગડ સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરની અંદર વરસાદી પાણી ભરાતા તેઓને નુકસાની પણ સહન કરવી પડી હતી. વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વીગત પ્રમાણે જૂના માલણીયા ગામે પાંચ લોકો પાણીનો ફસાયા હોવાથી તેનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને તે લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને ખાસ કરીને વરસાદની હજુ પણ આગાહી હોય હળવદ તાલુકા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને જાનમાલનું નુકસાન ન થાય તે માટેની તમામ તકેદારીઓ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે




Latest News