ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ


SHARE





વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ

રાજયના હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં જુદા જુદા જિલ્લાઓ પૈકી મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા હોય આજે શાળા, કોલેજ અને આઈટીઆઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ બંધ રાખવાનો વહીવટી તંત્ર અને શૈક્ષણિક વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને એકી સાથે 10, 15, 25 થી લઈને 50 ઇંચ જેટલો વરસાદ છેલ્લા દિવસોમાં જુદાજુદા જિલ્લાઓમાં નોંધાઈ ગયો છે ત્યારે હાલમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ માટે થઈને આગાહી કરવામાં આવી છે અને જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થતો હોય મોરબી જિલ્લામાં ભારે વરસાદ ની આગાહીને ધ્યાનમાં રાખીને આજે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા, કોલેજ અને આઈટીઆઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથો સાથ વહીવટીતંત્ર દ્વારા વરસાદની આગાહીના પગલે જે નિર્ણય લેવામાં આવતા હોય તેનું વિદ્યાર્થીઓ તથા વાલીઓ સહિતના લોકોએ પાલન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે




Latest News