મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો


SHARE





મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત,રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પ્રભુકૃપા ટાઉનશીપના ગેઈટ સામે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ગંભીરપણે ઘવાયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જયાં તે યુવાનનું મોત નિપજયું હતું.

બી ડીવીઝન પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપા ટાઉનશીપના ગેઈટ પાસે થયેલા વાહન અકસ્માતમાં ઘવાયેલ છછાંતભાઈ છોટુભાઈ હાદા (30) રહે. ધરમપુર રોડ સામાકાંઠેને ઈજાઓ થતા 108 વડે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ આ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગે સ્ટાફના એ.એમ. ઝાપડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દાઝી જતા
 મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ વિશાલદીપના કમ્પાઉન્ડમાં રહેતો મુળ યુપીનો રોબીન સાહબસિંગ કુમાર નામનો 18 વર્ષનો યુવાન તેના લેબર કવાર્ટરમાં હતો ત્યાં ગેસ પાઈપ લીકેજથી લાગેલ આગના બનાવમાં દાઝી ગયેલ હોય તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા તપાસ ચલાવી રહ્યા છે.  જયારે સોખડા ગામે કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા ભૂમીકાબેન પ્રવિણભાઈ ગઢવી નામની 17 વર્ષની યુવતીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

માર માર્યો
 માણેકવાડા ગામે રહેતા નિવૃત શિક્ષક રવજીભાઈ રાઘવજીભાઈ દેત્રોજા પટેલ (ઉ.66)ને ગામના જ પુનિત લવજી, સંજય લવજી અને ધરમશી લવજીએ માર માર્યો હતો. સારવાર બાદ રવજીભાઈએ ત્રણેય સામે તાલુકા પોલીસમાં ફરીયાદ કરી હતી. પરીયાદી રવજીભાઈએ સામેવાળાઓને પોતાના ખેતરમાંથી ચાલવાની ના પાડી હતી. તેનો રોષ રાખીને હુમલો કરાયો હતો. તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા તપાસ ચલાવી રહ્યા છે.

ઈલે. શોર્ટ
 નવલખી રોડ રણછોડનગરમાં રહેતા મયુદિન યુસુફભાઈ કાજડીયા નામના ત્રીસ વર્ષના યુવાનને લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલનો ટાંકો સાફ કરતા સમયે ઈલેકટ્રીક મોટરમાં વિજશોર્ટ લાગ્યો હતો. જેથી તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.  જયારે રાતીદેવળી ગામ પાસેથી રીક્ષા ચલાવીને જઈ રહેલા તૌસીફ સતારભાઈ મુસાણી (22) રહે. ટંકારા ઉપર ચાલુ વાહને બાજુમાંથી પસાર થઈ રહેલા સ્કુટીવાળાએ ઈંટનો ઘા કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત તૌસીફ મુસાણીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દારૂ પકડાયો

 એ ડીવીઝન પોલીસ સ્ટાફે બાતમીને આધારે શહેરના નવલખી રોડ કુબેરનગરની પાછળ આવેલા રોયલ પાર્કમાં રહેતા અર્જુન રાજુભાઈ માલકીયાના મકાનમાં રેડ કરી હતી. ત્યારે ઘરમાંથી દારૂની તેર બોટલ મળી આવતા રૂા.7345નો દારૂ જપ્ત કરી અર્જુન માલકીયા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી




Latest News