સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ


SHARE





મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી અહિંની રાંદલ વિદ્યાલય ખાતે યોજાઇ હતી.જેમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ૭૯ વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલ, પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના દાતા તરીકે સ્વ.મીતાંશ ડાંગરના સ્મરણાર્થે રાણાભાઈ જેસંગભાઈ ડાંગર દ્વારા સંપૂર્ણ આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું.સામાન્ય જ્ઞાન કસોટીના સુપરવાઇઝર તરીકે ખીમાણીયા કરસનભાઈ, બોરીચા અજીતભાઈ તથા રાઠોડ વસંતભાઈ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા યોજવામા આવતા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મહેશભાઈ ડાંગર તેમજ અજયભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, સાગરભાઈ ચાવડા, યશપાલભાઈ લોખિલ, ગૌરાંગ ગોહિલ, વિજય કાનગડ, રમેશભાઈ છૈયા તથા તમામ કારોબારી મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.




Latest News