સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ


SHARE





મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ

મોરબી જિલ્લામાં જળાશયોમાં વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે તેવામાં જીકીયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ ગયેલ છે જેથી ડેમમાં આવેલ પાણીને આજે સવારથી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસની આવકના કારણે જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પર પાણી આવી ગયું છે જેથી લોકોના જાનમાલની સલામતી માટે તાત્કાલિક અસરથી કોઝવેને વાહનવ્યવહાર અને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

મોરબીના જીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ ગત શુક્રવારે પડેલા વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો હતો અને ત્યારબાદ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું જેથી કરીને કોઝવે ઉપર પાણી આવી જવાના કારણે તેને બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાણીની આવક ઘટતા કોઝ વે ઉપરથી પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો જેથી કરીને તેને પુનઃ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો જો કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાધ્રોઈ ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા આજે સવારે 4:00 વાગ્યેથી ડેમના બે દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 2394 કયુસેક પાણીની આવક સામે જાવક શરૂ કરવામાં આવી છે. જેથી કોઝવે ઉપર પાણી ફરી પાછું આવી ગયું છે માટે કોઝવેને વાહનો તેમજ લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે વધુમાં સિંચાઇ વિભાગના અધિકારી જણાવ્યુ હતુ કે, પાણી છોડતા પહેલા મોરબી તાલુકાના જીવાપર, જિકિયારી, જસમતગઢ, શાપર, જેતપર, રાપર તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા




Latest News