ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ વૈભવ હાઇટ્સ ખાતે ફ્લેટ નંબર 204 માં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ઘરધણી સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,18,500 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમા હતી  ત્યારે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં વૈભવ હાઇટ્સ ફ્લેટ નંબર 204 માં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી અમિતભાઈ મનુભાઈ ઠોરીયા તથા પરેશભાઈ દયાળજીભાઈ પારેખ રહે. ગ્રીનચોક પારેખ શેરી મોરબી, રમેશભાઈ શામજીભાઈ જીવાણી રહે. રસનાલ તાલુકો જોડીયા, હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરીયા રહે. સનાળા, જીતેશભાઈ નાથાભાઈ ઝાલા રહે. બાયપાસ રોડ મોરબી અને દિલીપભાઈ રતનભાઇ સંગાડા રહે. શ્રીમદ સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,18,500 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News