સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE





હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત

હળવદની મોરબી ચોકડી પાસે રિક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં પિતાની રિક્ષામાં બેઠેલા 3 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે બાળકનું મોત નીપજયું  છે અને આ બનાવમાં મૃતક બાળકના પિતાને પણ ઇજા થઈ હતી  જેથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

હળવદમાં રહેતો આનંદ જયદેવભાઈ રાણેવાડીયા (3) નામનો બાળક ગઈકાલે તા. 17/7/26 ના રોજ સાંજે 7:30 વાગ્યે તેના પિતા જયદેવભાઈ રઘુભાઇ રાણેવાડીયાની રિક્ષામાં બેસીને જતો હતો. ત્યારે હળવદ ચાર રસ્તા પાસે, જોગણી માતાના મંદિર નજીક રીક્ષા પલ્ટી મારી જતા આનંદને માથે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલ બાદ મોરબી સિવિલે લાવ્યા હતા અહિં પ્રાથમીક સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન આનંદ રાણેવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવમાં મૃતક  બાળકના પિતા જયદેવભાઇને પણ ઇજાઓ થયેલ છે. અને મૃતક બાળક બે ભાઈમાં મોટો હતો. અને તેના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને પરિવાર બજારમાં ખરીદી કરવા માટે જતો હતો. ત્યારે રીક્ષા પલ્ટી મારી જતા આ ગોજારો બનાવ બન્યો હતો.




Latest News