સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હજરત કુતુબ બાવા અહેમદશા (ર.અ.) સરકારનો ઉર્ષ મુબારક કાલે ઉજવાશે


SHARE





મોરબીમાં હજરત કુતુબ બાવા અહેમદશા (ર.અ.) સરકારનો ઉર્ષ મુબારક કાલે ઉજવાશે

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદશા સરકારનો ઉર્ષ મુબારક બહુ જ શાનો શોખથી ઉજવવાનું આયોજન કરેલ છે અને તા ૧૯/૦૭/૨૦૨૬ ને રવિવાર અને મુસ્લિમ ચાંદ (૩) ત્રણ સફર ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે જેમાં સાંજે ચાર વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા તમામ એહલેબેત સાથે તમામ આશિકાને બાવા અહેમદશાહની હાજરીમાં સંદલ પોશી કરવામાં આવશે

ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું આયોજન કરેલ છે ન્યાજ શરીફ માં ભાઈઓ માટે બાવા એહમદશાહ દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગથી મેમણ સમાજના જમાત ખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે ૧૦:૩૦ વાગ્યે વાઈજ શરિફનો પણ નૂરાની જલસો રાખવામાં આવેલ છે અને વાઈજ શરીફમા બાવા અહેમદશા મસ્જિદના પેસ ઈમામ નજીરમિયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી તકરીર પેસ કરશે તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ બાવા એહમદશા ગ્રુપ અને બાવા એહમદશા મસ્જિદ દરગાહના ટ્રસ્ટીઓ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News