મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં દુકાનદારને છરીના માથા, ગળા, પાંસળીમાં ઘા ઝીકનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં નજીવી વાતમાં દુકાનદારને છરીના માથા, ગળા, પાંસળીમાં ઘા ઝીકનારા શખ્સની ધરપકડ

મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર મોબાઇલની દુકાને મની ટ્રાન્સફર કરવા માટે થઈને એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેને 17000 રૂપિયા મની ટ્રાન્સફરથી ખાતામાં નખાવ્યા હતા અને તેની સામે રોકડા 17000 રૂપિયા આપ્યા હતા જો કે, મની ટ્રાન્સફર માટેનો 170 રૂપિયાનો ચાર્જ યુવાન દ્વારા માંગવામાં આવ્યો હતો જેથી કરીને વેપારીને છરીના ગળા, વાંસા, પાંસળીના ભાગે ઘા ઝીકયા હતા જેથી ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કાર્યવાહી કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટી શેરી નં. 7 માં ભાડાના મકાનમાં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા (24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓની મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના સામે ગણેશ કોમ્પલેક્ષમાં ક્રિષ્ના મોબાઇલ એન્ડ ફેશન નામની દુકાન આવેલ છે અને તેઓની દુકાને આરોપી વિશાલ મની ટ્રાન્સફર કરાવવા માટે આવ્યો હતો ત્યારે ફરિયાદીને રોકડા 17000 રૂપિયા આપીને આરોપીએ 17000 રૂપિયા પોતાના ખાતામાં નખાવ્યા હતા અને આ કામ માટેનો 170 રૂપિયાનો ચાર્જ ફરિયાદીએ આરોપી પાસે માંગ્યો હતો ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદીને ગળાની પાછળના ભાગમાં, વાસા, પાંસળી, કાંડા, માથા તથા ખભાના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. જોગેલા અને તેની ટીમે આરોપી વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા (24) રહે. લખધીરનગર નવાગામ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News