મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમા


SHARE







મોરબી નજીક પેપર મિલના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમા

મોરબીના કાલિકાનગર ગામ પાસે આવેલ પેપર મિલમાં કામગીરી દરમિયાન યુવાનનો મશીનમાં હાથ આવી ગયો હતો જેથી હાથમાં ઇજા પામેલ હાલતમાં તે યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

મૂળ ઉત્તરાખંડનો રહેવાસી મીકુલ હંસરાજભાઈ (23) નામનો યુવાન હાલમાં મોરબીના કાલિકાનગર પાસે આવેલ છે સેઝોન પેપર મીલ નામના કારખાનામાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે દરમિયાન કામ કરતાં સમયે મશીનમાં હાથ આવી જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતર રોડ પર રંગપર બેલા ગામ પાસે બાઈક અજાણ્યા વાહન સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘુટું ગામે રહેતા જયદીપભાઇ દિનેશભાઈ રાઠોડ (25) અને દીપિકાબેન જયદીપભાઇ રાઠોડ (24) નામના દંપતીને ઇજા થહોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના જેતર ગામે રહેતા દિનેશભાઈ મચ્છાર (40) ને પાવડીયારી કેનાલ નજીક બ્લૂમેન કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
ભરૂચ જિલ્લાના રહેવાસી ગુલાબ અમરશીભાઈ વસાવા (37) નામનો યુવાન માટેલ મંદિર નજીક પડી ગયો હતો જેથી તેને માથાના ભાગ ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News