સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર કારખાને જતી યુવતીઓની પજવણી કરતા આઇસર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબી-વાંકાનેર હાઇવે ઉપર કારખાને જતી યુવતીઓની પજવણી કરતા આઇસર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર અનેક સિરામિક કારખાના આવેલા છે.જેમાં મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મજૂરી કામ માટે લોકો આવતા હોય છે.અને જેમાં યુવતીઓ અને મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં કારખાને જતી હોય છે.દરમિયાનમાં વાંકાનેરના ગ્રામ્ય પંથકમાંથી ઇકો કારમાં બેસીને યુવતીઓ કારખાને કામે જવા માટે મોરબી આવતી હોય ઇકોમાં જઈ રહેલી યુવતીઓની પાછળ આઇસરના ચાલકે પીછો કર્યો હતો અને ત્રણેક વખત વાહનને ઓવરટેક કરીને પજવણી કરી હતી.બાદ ઝઘડો થતાં યુવતીઓને ફડાકો મારી તેમજ વચ્ચે પડેલા ઇકો ચાલક એવા યુવતીના પિતા ઉપર હુમલો કર્યો હતો.જે બાબતે હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ઇકો કાર ચલાવી ગુજરાન ચલાવતા આધેડની દીકરી તથા તેની સાથે અન્ય યુવતીઓ વાંકાનેર તરફથી કામ માટે ઈકોમાં બેસીને મોરબી બાજુ આવતી હોય દરમ્યાનમાં તેઓની ઇકોની પાછળ આઇસર વાહન નંબર જીજે ૦૩ બીટી ૯૪૨૭ લઈને આવતા સચિન રાજેશભાઇ અહિરવાલ નામના ઇસમે ઇકો કારનો પીછો કર્યો હતો અને ત્રણ વખત વાહન ઓવરટેઇક કરી ઇકોમાં બેઠેલ યુવતીઓની પજવણી કરી હતી.અને બાદમાં વાહન ઉભું રહેતા ગાળો આપીને ઝઘડો કર્યો હતો.દરમિયાનમાં યુવતીને ફડાકો મારી દીધો હતો.ત્યારે વચ્ચે પડેલા યુવતીના પિતા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જે બાબતે ભોગ બનેલ આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સચિન રાજેશભાઇ અહિરવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ ગુનો નોંધાયો છે.જેની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.

દારૂ પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે વજેપર શેરી નંબર-૨૩ માં રહેતા હિતેશ અમરશીભાઈ રાણેવાડીયા કોળી (૪૬) નામના ઇસમને ત્યાં રેડ કરી હતી.ત્યારે ત્યાં ઘરમાંથી ૨૧ બોટલ દારૂ મળી આવ્યો હોય હિતેશ અમરસી રાણીવાડીયાની અટકાયત કરીને હિતેષ રાણેવાડીયા, ગીરીશ હિતેશ રાણેવાડીયા અને અક્રમ મહેબુબ શાહમદાર રહે.મકરાણીવાસ ત્રણેય સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.અને તેઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.




Latest News