સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને મદદગારી કરનાર શખ્સની ધરપકડ


SHARE





મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને મદદગારી કરનાર શખ્સની ધરપકડ

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ ચોરી અને લૂંટ કરવા માટે ગેંગ નીકળી હતી ત્યારે વાડીએ હાજર રહેલ દંપતીને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતા અને બંને જગ્યાએ મહિલાના પતિના ગળા ઉપર છરી રાખીને મહિલાઓની સાથે દુષ્કર્મ કર્યું હતું જે ગુનામાં સંડોવાયેલ આરોપીને રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરી આપનારા શખ્સની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જેતપર અને ચકમપર ગામની સીમમાં પાંચ શખ્સો ચોરી અને લુંટ કરવાના ઇરાદે ગત તા. 4/6/26 ની રાતે આવ્યા હતા ત્યારે વાડીમાં હાજર રહેલ દંપતીને ડરાવવામાં આવ્યા હતા જો કે, તેઓની પાસેથી દાગીના કે રોકડ નહી મળતા છરી અને ધોકા જેવા હથીયાર બતાવીને મહિલાના પતિને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી અને જેતપર ગામે પાંચ પૈકીનાં એક શખ્સે મહિલાની સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે બાદ આ ગેંગ ચકમપર ગામે વાડી વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં હાજર રહેલા દંપતીમાં પુરુષને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપીને મહિલા સાથે પાંચ પૈકીનાં 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું જે બંને બનાવની મોરબી તાલુકામાં જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ હતી આ ગુનામાં પોલીસે અગાઉ મુખ્ય આરોપી દિનેશભાઇ મધુભાઇ જખાનીયા, નવઘણ કાળુભાઇ વાધેલા, દિલીપ કેશાભાઇ વાજેલીયા, મુન્ના ગંગરામભાઇ વાજેલીયાની ધરપકડ કરી હતી અને એક કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કિશોર સામે પણ કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મદદગારી કરનારા આરોપી દિનેશના સાઢુભાઈ કે જેણે આરોપીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી તે રવિ મુકેશભાઈ વાઘેલા (25) મૂળ રહે. લતીપુર તાલુકો ધ્રોલ હાલ રહે. વાગુદડ તાલુકો ધ્રોલ વાળાની એસસીએસટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડી તેમજ રાઇટર નગીનદાસ નિમાવત તથા મેહુલભાઈ ઠાકર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે




Latest News