મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં નેપાળી યુવાન મળી આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ નજીક આવેલ વિન આર્ટ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપેન્દ્ર પદમ બડુવાલ (35) નામનો યુવાન મોરબીમાં વીસી હાઇ સ્કૂલની પાછળના ભાગમાં કબ્રસ્તાન નજીકથી ઇજા પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં આવેલ શક્તિનગર ખાતે રહેતા સંજનાબેન દિનેશભાઈ બાહુકીયા (17)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન સારવારમાં

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ કજારીયા ઇન્ફોસિટી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ધનંજયકુમાર યાદવ (૩૩) નામનો યુવાન ઊંચાઈ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News