મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ માતાજીનાં પ્રાગટ્ય દિવસ નિમિતે અષાઢી બીજે :રાસ-ગરબા અને હુડોની જમાવટ સાથે ભવ્ય રથયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં મચ્છુ માતાજીનાં પ્રાગટ્ય દિવસ નિમિતે અષાઢી બીજે :રાસ-ગરબા અને હુડોની જમાવટ સાથે ભવ્ય રથયાત્રા યોજાઇ

મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિતે દર વર્ષે અષાઢી બીજે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડો રાસની યુવક યુવતી સહિતનાએ જમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી. 

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં મોરબી જીલ્લાના જુદાજુદા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ઠેરઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના માર્ગો ઉપર રથયાત્રા સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.
એવી કહેવાય છે કે, મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં રથયાત્રામાં લોકો જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. તેવું ભરવાડ સમાજના આગેવાન ગોકળભાઈ ભરવાડે જણાવ્યુ છે. 

મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ સાથે મચ્છુ માતાજીના મંદિરેથી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી અને હજારો લોકોને મચ્છુ માતાજીનો મહાપ્રસાદ લીધો હતો. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.






Latest News