ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેશી દારૂમાં એસન્સ મિક્સ કરીને ડુપ્લિકેટ વિદેશ દારૂનું કૌભાંડ: 80 હજારના મુદામાલ સાથે એકની ધરપકડ, રાજકોટના શખ્સની શોધખોળ


SHARE







































વાંકાનેરમાં દેશી દારૂમાં એસન્સ મિક્સ કરીને ડુપ્લિકેટ વિદેશ દારૂનું કૌભાંડ: 80 હજારના મુદામાલ સાથે એકની ધરપકડ, રાજકોટના શખ્સની શોધખોળ

વાંકાનેર શહેરમાં ઘરની અંદર દેશી દારૂની અંદર એસન્સ મિક્સ કરીને તે દારૂને બોટલોમાં ભરીને ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરીને સ્થળ ઉપરથી 6390 ખાલી બોટલો , 75 લીટર એસન્સ મિક્ષ કરેલ દેશી દારૂ તેમજ એસન્સની બોટલો વિગેરે મળીને 80,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હાલમાં એક ધરપકડ કરવામાં આવેલ છે અને રાજકોટના શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીમાં કોરોના સમયે ડુપ્લીકેટ રેમડીસીવર દવાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ અગાઉ રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ હતી ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાર પછી માળિયા તાલુકામાં ઘરમાં ડુપ્લિકેટ દારૂની મિનિ ફેક્ટરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં વાંકાનેર શહેરમાં મકાનમાં ડુપ્લીકેટ દારૂ સંદર્ભે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરમાં ગાયત્રી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયાના ઘરમાં દેશી દારૂને એસન્સ મિક્સ કરીને વિદેશી દારૂની જેમ બોટલોમાં દારૂ ભરીને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી જુદા જુદા એસેન્સ અને ફ્લેવર મિક્સ કરેલો 75 લીટર દેશી દારૂ, દારૂ ભરવા માટેની 6,390 ખાલી બોટલો તથા એસન્સની પાંચ બોટલો અને અન્ય મુદ્દામાં મળીને 80,200 ની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં આરોપી જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયા (38) રહે. વૃંદાવન સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સલીમ કાણીયા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંને સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
















Latest News