મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી : ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબી : દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત
મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ સુરેન્દ્રનગરની સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા ધર્મિષ્ઠાબેન મહેશભાઈ ધાકડિયા (ઉમર ૧૫) રહે.કારેલા ગામ તા.લખતર જી.સુરેન્દ્રનગર નામની યુવતીનું મોત નિપજયુ હતુ.તેણી ઝેરી દવા પી ગયેલ હોય તેને ગત તા.૨૨-૬ ના રોજ મોરબી ખાતેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને તેનું તા.૬-૭ ના રોજ સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હતું.બનાવની હોસ્પિટલ તરફથી મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા અત્રેની પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ માટે લખતર પોલીસને જાણ કરી હતી.જ્યારે મૂળ વડોદરા ખોડીયાર પાર્ક રાધિકા સોસાયટી ખાતેના વતની અને હાલ મોરબી મહેન્દ્રનગર ગામે રહેતા દિપકભાઇ વિસનજીભાઈ વરીયા પ્રજાપતિ (૪૪) નામના યુવાને કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.
દારૂ પકડાયો
મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ જડેશ્વર મંદિર પાસેના કોમ્પ્લેક્ષમાં એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી દારૂના નાના ૨૦ ચપલા તથા દારૂની ૩૫ બોટલ મળી આવી હતી.જેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસે તપાસ કરતા તેમાં સમીર શેરઅલી મોવર તથા હાજરાબેન શેરઅલી મોવર બંને રહે.મોરબીના નામ સામે આવેલ હોય તેઓની સામે ગુનો દાખલ કર્યો હતો અને તે બંનેની શોધખોળ શરૂ કરાઈ હતી.
મારામારીમાં ઇજા
મોરબી સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા જીગ્નેશ મનસુખભાઈ મહેમદાવાદી નામના ૨૭ વર્ષના યુવાન ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.જેથી મારામારીમાં ઘવાયેલા જીગ્નેશભાઈને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જીગ્નેશભાઈને માથામાં ઇજા થઈ હોય રાજકોટના લઇ જવાયો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.તે રીતે જ મોરબી સોઓરડી પાસે આવેલ મારૂતિ પ્લોટ વિસ્તારમાં રહેતા હેમંતભાઈ કનુભાઈ ચૌહાણ (૪૦) નામના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેમને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News