મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ


SHARE





વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ

વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉતરપ્રદેશના ઝાંસી પહોંચેલ છે. આ અંગે કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા (ઉ.33)એ જણાવ્યું હતું કે તેઓ 8 ધોરણ સુધી ભણેલા છે, પોતે પેઈન્ટર હોય દિવાળીએ પૂરાતી રંગોળી બનાવવાની મહારત છે, ચાર ભાઈ છે, કડીયા કામ કરે છે.

દેરાળાથી 20 દિવસ પહેલા તેઓ એકલા જ અયોધ્યા જવા નીકળેલા છે.  દેરાળાથી તેઓ ધ્રાંગધ્રા, માલવણ ચોકડી, તલોદ, મોડાસા, શામળાજી બોર્ડર થઈને રાજસ્થાનમાં ઉદેપુર, ચિતોડગઢ, બારા, શિવપુરી થઈને એમપીમાં પ્રવેશ કરેલ, અત્યારે તેઓ વતનથી 1025 કિ.મી. દૂર ઝાંસીનો કિલ્લો જોઈ રહ્યા છે. તેઓ દેરાળાના ઉપ સરપંચ છે.જયંતિભાઈ દરરોજ 55 થી 60 કિ.મી. ચાલે છે, શ્રધ્ધાના બળે થાક લાગતો નથી, કોઈ બીમારી કે કોઈ અકસ્માત થયો નથી, રાજસ્થાનમાં લગભગ અગીયારેક દિવસનો રસ્તો મોટેભાગે જંગલ વિસ્તાર હોવા છતા કોઈ અનિચ્છનીય ઘટના બનેલ નથી, દેરાળાથી અયોધ્યાનું કુલ અંતર 1540 કિ.મી. છે એમનું ઈન્સ્ટાગ્રામ આઈડી કેસરી.કેસરી.5667 છે.




Latest News