સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ


SHARE





મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ

મોરબી મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખાસ કરીને મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગૌવંશની દેખરેખ અને નિભાવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે અને હાલમાં 5 કોર્પિરેટરનો સમાવેશ કરીને કુલ 7 લોકોની કાર્યકારી મોનિટરિંગ ટીમ બનાવવામાં આવેલ છે જે નંદીઘરમા તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટેનું કામ કરશે અને ઘાસચારો તેમજ પાણી સહિતની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખશે.

મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને છેલ્લા દિવસોમાં નંદીઘરમાં નંદીઓના મૃત્યુ થયા હતા આવી ઘટના ચોમાસા દરમિયાન સામે ન આવે તે માટે નંદીઘરના સંચાલન માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ખાસ કાર્યકારી મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવે છે જેમાં મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા, અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા તેમજ સભ્ય સચિવ તરીકે એએસીડી શાખાના અધ્યક્ષ વિપુલભાઈ છૈયા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ દિલીપભાઈ રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું કે, આ મોનીટરિંગ ટિમ દ્વારા નંદી ઘરમાં રાખવામાં આવેલા ગૌવંશો માટે સૂકો ઘાસચારો અને પાણી વિગેરેની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ દરરોજ મળતા દાન સહિતની માહિતીનું રજીસ્ટ્રેશન રાખવામા આવશે. તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નંદીઓને પકડીને ત્યાં મૂકવામાં આવે તો તેની આવક જાવકનું રજીસ્ટ્રેશન, સાફ-સફાઈ સહિતના કામનું તકેદારી, નંદીઘરમાં નંદીનું અવસાન થાય તો તેનો સમયસર નિકાલ, બીમાર ગૌવંશને સમયસર સારવારની વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત નંદીઘરમા રાખવામાં આવેલા નદીઓમાંથી જુદી જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે નંદીઓને મોકલવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમજ નંદીઘરમાં લાઈટ, પાણી, ગમાણ, ધાબુ, સેડ વગેરે સુવિધા ઉભી કરવા માટે અને નંદીઓની દેખભાળ માટે મૂકવામાં આવેલ સ્ટાફને સોંપવામાં આવેલ કામગીરી ઉપર પણ દેખરેખ રાખવામા આવશે અને દૈનિક રિપોર્ટ નાયબ કમિશનરને સોંપવામાં આવશે.




Latest News