સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં મોબાઇલ ચોરવા બાબતની બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે કર્યો હુમલો: ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE





હળવદમાં મોબાઇલ ચોરવા બાબતની બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે કર્યો હુમલો: ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિ સારવારમાં

હળવદના નવા દેવળીયા ગામે રહેતા યુવાનના ભાઈ સાથે મોબાઈલ ચોરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખા રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા, પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાનને માથાના ભાગે લાકડાનો ધોકો મારીને ઈજા કરી હતી જ્યારે સાહેને પડખાના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરવામાં આવી હતી અને કુલ ત્રણ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને છરી વડે માર મારીને ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના જુના દેવળીયા ગામે રહેતા મેહુલભાઈ દેવશીભાઈ વડેચા (23)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફિરોજભાઈ ઈસાભાઈ મિયાણા, વિરલભાઈ રતિલાલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ રાહુલ સાથે મોબાઈલ ચોરવા બાબતે ફિરોજ અને વિરલને બોલાચાલી ઝઘડો થયો હતો તે બાબતનો ખારાખીને આરોપીઓ ભેગા થઈને ફરિયાદીની વાડીએ આવ્યા હતા અને તેના ઘર પાસે જઈને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો  માર મારીને ઝઘડો કર્યો હતો ત્યારે ફિરોજે લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો જ્યારે યુવરાજસિંહ છરી વડે હુમલો કરીને સાહેવિપુલભાઈને પડખાના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ તેની પાસે રહેલ ધોકા, પાઇપ અને છરી વડે ફરિયાદી તથા સાહેદોને માર માર્યો હતો તેમજ સાહેકમલેશભાઈને મોઢાના ભાગે માર મારીને ફેકચર જેવી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News