મોરબીના માણેકવાડા ગામે સહકારી મંડળીએ ગયા બાદ પતિ-પત્ની ગુમ, યુવાનના પિતાએ પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ વાંકાનેરના ચિત્રાખડા ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ-કોલસાના જથ્થા સાથે બે પકડાયા: 80 લાખનો મુદામાલ કબ્જે મોરબીના વોર્ડ નં. 10 માં રસ્તા ઉપર ગેરકાયદે મકાનનું બાંધકામ તોડી પાડવા સ્થાનિક ચારેય કાઉન્સિલરની મેયર-કમિશનર રજૂઆત મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા મોરબીના થોરાળા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ગ્રામજનો સાથે રાત્રીસભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મની ટ્રાન્સફરનો ચાર્જ માંગનાર દુકાનદાર ઉપર છરી વડે હુમલો: માથા, ગળા, પાંસળી, કાંડા અને ખભામાં છરીના ઘા માર્યા


SHARE







મોરબીમાં મની ટ્રાન્સફરનો ચાર્જ માંગનાર દુકાનદાર ઉપર છરી વડે હુમલો: માથા, ગળા, પાંસળી, કાંડા અને ખભામાં છરીના ઘા માર્યા

મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મોબાઇલની દુકાને યુવાનને બેઠો હતો ત્યારે તેની દુકાને મની ટ્રાન્સફર કરવા માટે થઈને એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેને 17000 રૂપિયા મની ટ્રાન્સફરથી ખાતામાં નખાવ્યા હતા અને તેની સામે રોકડા 17000 રૂપિયા આપ્યા હતા જો કે, મની ટ્રાન્સફર માટેનો 170 રૂપિયાનો ચાર્જ યુવાન દ્વારા માંગવામાં આવ્યો હતો જે બાબતે ઉશ્કેરાઈ જઈને સામે વાળાએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને ગળા, વાંસા, પાંસળી, કાંડા, માથા અને ખભાના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી યુવાનને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટી શેરી નં. 7 માં ભાડાના મકાનમાં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા (24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા રહે. લધીરનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની મોરબીના લીલાપર થી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના સામે ગણેશ કોમ્પલેક્ષમાં ક્રિષ્ના મોબાઇલ એન્ડ ફેશન નામની દુકાન આવેલ છે અને તેઓની દુકાને આરોપી વિશાલ મની ટ્રાન્સફર કરાવવા માટે આવ્યો હતો ત્યારે ફરિયાદીને રોકડા 17000 રૂપિયા આપીને આરોપીએ 17000 રૂપિયા પોતાના ખાતામાં નખાવ્યા હતા અને આ કામ માટેનો 170 રૂપિયાનો ચાર્જ ફરિયાદીઆરોપી પાસે માંગ્યો હતો ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદીને ગળાની પાછળના ભાગમાં, વાસા, પાંસળી, કાંડા, માથા તથા ખભાના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News