મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે રહેતા શખ્સે ઇનસ્ટાગ્રામમાં ભડકાવ કોમેન્ટ કરતાં ગુનો નોંધાયો


SHARE





માળીયા (મી)ના રોહિશાળા ગામે રહેતા શખ્સે ઇનસ્ટાગ્રામમાં ભડકાવ કોમેન્ટ કરતાં ગુનો નોંધાયો

માળીયા મીયાણાના રોહીશાળા ગામે રહેતા શખ્સે કચ્છમાં રહેતા અખિલ કચ્છી સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ દ્વારા મૂકવામાં આવેલ મસ્જિદના ડિમોલેશનના વિડીયો ઉપર કોમેન્ટ કરેલી હતી જેમાં તેણે “રેલી કાઢો, બધું ચક્કાજામ કરો અને પથ્થર મારો” જેવી કોમેન્ટ કરેલી હોવાથી લોકોમાં દુશ્મનાવટ ઊભી થાય અને ભયનો માહોલ ઉભો થાય તે પ્રકારની કોમેન્ટો કરેલી હોવાથી હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોશયલ મીડિયામાં કોમેન્ટ કરનારની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે રહેતા ઇમરાન શાહમદારનું ઇનસ્ટાગ્રામમાં ઇમરાન “imranSha483 નામનું આઈડી આવેલું છે તેમાંથી ઈબ્રાહીમ હાલેપોત્રા (ઉપપ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક) વાળાએ પોતાના ઇનસ્ટાગ્રામ આઈડી “ibrahim_halepotra” વાળામાં પૂર્વ કચ્છ જિલ્લાના કંડલા ખાતે મસ્જિદનું દબાણ દૂર કરેલ છે જે સ્થળની મુલાકાતનો વિડીયો અપલોડ કર્યો હતો જેના ઉપર આરોપીએ “રેલી કાઢો, બધું ચક્કાજામ કરો, પથ્થર મારો કરો” વગેરે જેવી કોમેન્ટ સોશિયલ મીડિયાનાઇનસ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર કરી હતી અને જાહેર જનતામાં દુશ્મનવટ  ઊભી થાય તેમજ ભયનો  માહોલ ઊભો થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News