મોરબીના માણેકવાડા ગામે સહકારી મંડળીએ ગયા બાદ પતિ-પત્ની ગુમ, યુવાનના પિતાએ પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ વાંકાનેરના ચિત્રાખડા ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ-કોલસાના જથ્થા સાથે બે પકડાયા: 80 લાખનો મુદામાલ કબ્જે મોરબીના વોર્ડ નં. 10 માં રસ્તા ઉપર ગેરકાયદે મકાનનું બાંધકામ તોડી પાડવા સ્થાનિક ચારેય કાઉન્સિલરની મેયર-કમિશનર રજૂઆત મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા મોરબીના થોરાળા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ગ્રામજનો સાથે રાત્રીસભા યોજાઈ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવામાં બાઈકે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા નીચે પટકાયેલ વૃદ્ધના હાથ ઉપરથી તોતિંગ ટાયર ફરી ગયું 


SHARE







હળવદના ચરાડવામાં બાઈકે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા નીચે પટકાયેલ વૃદ્ધના હાથ ઉપરથી તોતિંગ ટાયર ફરી ગયું 

હળવદ તાલુકાના ચરડવા ગામે વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો બનાવમાં વૃદ્ધ રસ્તા ઉપર નીચે ટકાતા તેઓના જમણા હાથ ઉપરથી ટ્રકનું ટાયર ફરી ગયું હતું જેથી કરીને વૃદ્ધને હાથમાં ગંભીર ઇજા થઈ હતી અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અપાવ્યા બાદ તેના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદના ચરાડવા ગામે ગોપાલનગર શેરી નં. 5 માં રહેતા ધર્મેશભાઈ વલમજીભાઇ સોનાગ્રા (46)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 9 જીએ 8148 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના પિતા ચરાડવા ગામે આવેલ દલવાડી સમાજની વાડી પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 1296 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતા વાલમજીભાઈ પરસોતમભાઈ સોનાગ્રા બાઈક ઉપરથી ક્લીનર સાઈડમાં નીચે પડી ગયા હતા ત્યારે તેના જમણા હાથ ઉપરથી ટ્રક ટ્રેલરનું તોતિંગ ટાયર ફરી ગયું હતું જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી અને અકસ્માત બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો હતો બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News