સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે


SHARE





મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે

મોરબી જિલ્લાના સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને નિયામક, મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૮/૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે “UPSC/ GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે કારકિર્દી વિષયક માર્ગદર્શન સેમિનારયોજાનાર છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ શિવ હોલ ખાતે મેગા કરિયર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું ચ જેમાં જિલ્લા રોજગાર કચેરીના વિષય નિષ્ણાત કર્મચારીઓ અને કેરિયર કાઉન્સિલર્સ દ્વારા દેશ અને રાજ્ય સ્તરની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, અભ્યાસક્રમની સમજ અને પરીક્ષા પાસ કરવાની વ્યૂહરચના વિશે વિસ્તૃત તેમજ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.મોરબી જિલ્લાના તમામ ઈચ્છુક યુવા ઉમેદવારોને નિયત તારીખે અને સમયે આ સેમિનારમાં અચૂક ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ અગાઉ રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાની નામ નોંધણી નથી કરાવી તેઓ પણ આ માર્ગદર્શન શિબિરમાં પ્રત્યક્ષ હાજર રહીને સેવાનો નિઃશુલ્ક લાભ મેળવી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News