મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત


SHARE





હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત

કચ્છના રાપર ગામે રહેતી યુવતીએ જે યુવાનની સાથે મૈત્રી કરાર કરેલ હતા તેની સાથે રહેતી હતી અને તે યુવતીને તેનો ભાઈ અને પરિવારજનો લેવા માટે આવે છે તેવી બીક અને ભય હતો જેથી કરીને યુવતી અને યુવાને હળવદના રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હોય આ બનાવની મૃતક યુવતીના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ પાટણ જિલ્લાના બામરોલી ગામના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના રાપર ખાતે પ્રાગપર ચોકડી પાસે મારુતિ શોરૂમની પાછળના ભાગમાં આવેલ શાકમાર્કેટ સામે છાપરામાં રહેતા શોભનાબેન હસનભાઈ મદારી (23) તથા માલદેવભાઈ ભુપતભાઈ પલાર (23) રહે.કવાડિયા હળવદ બંનેએ રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન શોભાબેનનું મોત નીપજ્યું હોય આ બનાવ અંગેની મૃતક યુવતીના ભાઈ સૌરભ હસનભાઈ મદારી (27) રહેપ્રાગપર ચોકડી પાસે રાપર કચ્છ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે શોભાબેનમાલદેવભાઈ સાથે ભાગીને મૈત્રી કરાર કરેલ છે અને તેઓ બંને સાથે રહેતા હોય શોભાબેનને તેના ભાઈ અને પરિવારના સભ્યો લેવા માટે આવે છે તેવી બીક હતી.જેથી કરીને શોભાબેન અને માલદેવભાઈ બંનેએ પોતે પોતાની જાતે તા.8/7 ના રોજ ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી અને બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવમાં શોભાબેનનું મોત નીપજ્યું છે

ફિનાઇલ પી લીધું

વાંકાનેરમાં અમરસિંહ હાઇસ્કુલ પાસે નવીનભાઈ પ્રવીણભાઈ જેઠીયા (26) નામના યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News