મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો
મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1.21 લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા ભરતસિંહ પરમારના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી ભરતસિંહ મદારસિંહ પરમાર (64) તથા રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા (43) રહે. નવી પીપળી, વિપુલભાઈ રમેશચંદ્ર મહેતા (50) રહે. દરબારગઢ જાની શેરી મોરબી, જેઠુભા હેમુભા રાઠોડ (76) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ એલ-52 મોરબી, કમલેશભાઈ મોતીભાઈ મેવાડા (48) રહે. સૂર્યકૂર્તિ સોસાયટી શેરી નં-2 મોરબી અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (45) રહે. જનકલ્યાણનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1.21 લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જામનગરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક પકડાયો
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓક્ટ્રી હોટલ પાસે એલસીબીની ટીમ કામગીરી કરી હતી દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ શખ્સે બાઈક પોતાના ભત્રીજા વિજય અજયભાઈ સલાટ રહે. જાંબુડીયા વાળા પાસેથી લીધું હોવાનું કહ્યું હતું જો કે, પોકેટ કેપમાં સર્ચ કરવામાં આવતા બાઇક જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી એલસીબીની ટીમ દ્વારા ચોરાઉ બાઈક નંબર જીજે 10 બીડી 8605 જેની કિંમત 20 હજારનો મુદામાલ કબજે કરીને આરોપી માલાભાઈ કાળુભાઈ બરવાળીયા (30) રહે. નવા જાંબુડીયા શક્તિપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને જામનગર બી ડિવિઝન પોલીસને જાણ કરીને હાલમાં આરોપી તથા મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.