મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી


SHARE





મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી

મોરબીમાં આવેલ નવયુગ કોલેજના NSS યુનિટના વિદ્યાર્થીઓએ સરકારની મહત્વપૂર્ણ યોજના યુવા આપદા મિત્રઅંતર્ગત આયોજિત સાત દિવસીય તાલીમ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તાલીમ લીધેલ છે.

આ સાત દિવસીય કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રાયોગિક તથા સિદ્ધાંત આધારિત તાલીમ આપવામાં આવી હતી. જેમાં આપત્તિ દરમિયાન બચાવ અને રાહત કામગીરી, ફર્સ્ટ એઈડ (પ્રથમ સારવાર), આગ લાગવાની સ્થિતિમાં સલામતી અને બચાવ કામગીરી, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપદાઓ દરમિયાન બચાવની રીતો, સંચાર અને ટીમ વર્ક, તેમજ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા જેવી મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ તાલીમ દરમિયાન પ્રેક્ટિકલ ડ્રિલ્સ, મોક અભ્યાસ (Mock Drill) અને વિવિધ આપદા પરિસ્થિતિઓમાં કેવી રીતે ઝડપી અને યોગ્ય નિર્ણય લેવો તેની વિગતવાર સમજ મેળવી હતી. નવયુગ કોલેજના NSS ના વિદ્યાર્થીઓએઆ કેમ્પમાં ખૂબ જ ઉત્સાહ, શિસ્ત અને સમર્પણ સાથે ભાગ લઈ સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. જેથી સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તથા NSS પ્રોગ્રામ ઓફિસરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News