મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા


SHARE





વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા

વાંકાનેર શહેરની સિપાઈ શેરીમાં તેમજ રાજાવડલા ગામ પાણીની કેનાલ પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી દરમિયાન કુલ મળીને 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સિપાઈ શેરી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુકેશભાઈ ભોગીલાલ શાહ (59), જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (59), વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (50), ઈસ્માઈલભાઈ ઇબ્રાહીમભાઇ સુમરા (50) અને આસિફભાઇ ઇકબાલભાઈ માડકીયા (28) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 18,050 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજી જુગારની રેડ નવા રાજાવડલા ગામે પાણીની કેનાલ પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા રહીમભાઈ અબ્દુલભાઈ માથકિયા (44), અલ્તાફભાઈ આમદભાઈ બ્લોચ (38), મહેબુબભાઇ આદમભાઈ શેરસીયા (46), નજરહુસેન વલીમામદ શેરસીયા (44) અને રમેશભાઈ અમુભાઈ સારલા (36) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 34,700 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News