સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ


SHARE





મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ

મોરબીના સંદિપ ચંદુલાલ મારવાણીયાએ દીનેશભાઈ પ્રભુભાઈ રાજપરાને હાથ ઉછીની રકમ આપી તેની સામે મેળવેલ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા પરત ફરતા આરોપી દિનેશભાઈ પ્રભુભાઈ રાજપરા સામે ફોજદારી કેશ નં.૨૮૭૬/૨૦૨૦ થી ફરીયાદ દાખલ થયેલ હતી.

આ ફરીયાદના કામે આરોપીના વકિલ તરીકે તરીકે પ્રદિપ કે.કાટીયાએ કોર્ટે સમક્ષ એવો બચાવ કરેલ કે આરોપીએ ફરીયાદીને પેઢીના નામનો કોઈ ચેક લખી આપેલ નથી. પરંતુ આરોપીએ સીકયોરીટી પેટે કોરો ચેક આપેલો અને આરોપીએ તેમની સીકયોરીટી પેટે આપેલ કોરા ચેકનો ફરીયાદી સંદિપ ચંદુલાલ મારવાણીયાએ દુર ઉપયોગ કરેલ તથા વ્યકિતગત વ્યવહાર પેટે આપેલ ચેકનો ફરીયાદીએ પેઢીના નામનો ચેક લખી દુર ઉપયોગ કરેલ અને ફરીયાદી આર્થિક ક્ષમતા સાબીત કરી શક્યા ન હોય અને આપેલ ચેકની ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન અંગેની ખોટી ફરીયાદ દાખલ કરેલ, જેમા આરોપી તરફે બચાવ રજુ કરતા નામદાર કોર્ટે આરોપીના વકિલ પ્રદિપ કાટીયાએ રજુ કરેલ દલીલો તથા પુરાવાઓને ઘ્યાને લેતા ફરીયાદી કાયદા મુજબ આરોપી પાસે પોતાનું કાયદેસરનું લેણું સાબીત કરી શકયા ન હોય અને ફરીયાદીએ ફરીયાદ વાળા ચેકનો દુર ઉપયોગ કરેલ હોય અને હાલની આ ખોટી ફરીયાદ-ખોટો કેશ કરેલ હોવાનું પુરવાર થતુ હોય નામદાર ત્રીજા ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ જજ જે.જે.જોશી સાહેબે આરોપીને ક્રિ.પ્રો.કો.કલમ ૨૫૫(૧) ની જોગવાઈના આધારે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુનામાં નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.આરોપી તરફે જાણીતા યુવા વકિલ પ્રદિપ કે.કાટીયા રોકાયેલ હતા.




Latest News