મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







ટંકારાના મીતાણા પાસે આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારાના મીતાણાથી ગણેશપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે લો આવ્યો હતો અને આખલા સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં હરકાંતભાઇ ગજેરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો મોનાભાઇ તેનુભાઇ પસાયા (18) નામનો યુવાન મીતાણાથી ગણેશપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ફેન્સ પોલિપેક નજીકથી બાઈક નંબર એમપી 45 એમક્યૂ 6758 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક આખલો આવતા બાઈક આખલા સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની રાકેશભાઈ ભુવાનભાઇ પસાયા (40) રહે. હાલ સરાયા ગામની સીમમાં કરસનભાઈની વાડીએ મૂળ રહે. એમપી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News