મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામના જાપા પાસેથી ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત  


SHARE





મોરબીના જોધપર નદી ગામના જાપા પાસેથી ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત  

મોરબીના જોધપર નદી ગામના જાપા પાસેથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે  લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથા, પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેમનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સાગરભાઇ રમેશભાઈ અજાણા (30) એ હાલમાં ટ્રક નંબર જીજે 10 ટીવી 3812 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે તેઓના પિતા રમેશભાઈ ગાંડુભાઈ અજાણા (52) પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 8717 લઈને જોધપર નદી ગામના ઝાપા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથા, પગ અને શરીરે ગંભીર થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સાપ કરડી ગયો

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ રોયલ કારખાનામાં રહેતા નોરારામ નાથીયારામ (32) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News