મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશ ભાગ, એક પકડાયો-ત્રણ ફરાર


SHARE







મોરબીમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશ ભાગ, એક પકડાયો-ત્રણ ફરાર

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને ત્રણ શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જો કે, પોલીસે એક શખ્સની 3200 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી અને 4 શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના 3 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં શેરી નં. 3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશ ભગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે રવિભાઈ રમેશભાઇ અગેચાણીયા (25) રહે. કબીર ટેકરી વાળાની 3200 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરેલ છે જ્યારે પોલીસને જોઈને હાજીભાઈ મુસાભાઇ ખુરેશી, જુનેદભાઈ ખુરેશી અને રવિભાઈ ડોડીયા રહે. બધા કબીર ટેકરી વાળા નાસી ગયા હતા જેથી કરીને ચાર શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા જ્યોત્સ્નાબેન હસુભાઈ ગોસાઈ નામના મહિલાએ ઘરે વધુ પડતી ગોળીઓ પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં દલવાડી ચોકડી પાસે રોલા રાતડીયાની વાડી ખાતે રહેતા મનિષાબેન દિલીપભાઈ ડાભી (30)ને સનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસે સંસ્કાર બ્લડ બેન્ક નજીક રમેશભાઈ ડાભીએ માર મારતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News