મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો


SHARE







મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો

મોરબીમાં રથયાત્રાને ધ્યાને રાખીને પોલીસ નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરનારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી તેવામાં મોરબીમાં ત્રિપલ મર્ડર ગુનામાં સજા પામેલા આરોપીએ પેરોલ રજા મેળવીને જેલની બહાર નીકળ્યા પછી પેરોલ જમ્પ કરીને નાશી ગયો હતો જે આરોપીએ હાલમાં એ ડિવિઝન પોલીસની ટીમે ઝડપી લીધેલ છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ત્રિપલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી પૈકીના આરોપી ભરત નારણભાઈ ડાભી રહે.  કેનાલ રોડ વાડી વિસ્તાર મોરબી વાલાર હાઈકોર્ટમાંથી 14 દિવસની પેરોલ ફર્લો રજા મેળવી હતી અને તે રજા તા. 28/10/25 રોજ પૂરી થતી હોય આરોપીને રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું જો કે, તે આરોપીએ પેરોલ જમ્પ કર્યા હતા અને તે નાસી ગયો હતો અને છેલ્લા 10 મહીનથી તે ફરાર હતો આરોપી ભરત નારણભાઈ ડાભીને એ ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરેથી ઝડપી લીધેલ છે અને આરોપીને રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News