મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે


SHARE







મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે

મોરબી જિલ્લાની વિવિધ રાજ્ય સરકારની કચેરીઓમાં આગામી નાણાકીય ગાળા એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૬ થી તા. ૩૧/૦૩/૨૦૨૮ સુધીના સમયગાળા માટે વર્ગ અ, બ અને ક ની રદ્દી પસ્તી ઉપાડવાનો ઇજારો (કોન્ટ્રાક્ટ) આપવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં રસ ધરાવતી ઈચ્છુક વ્યક્તિઓ કે સંસ્થાઓએ કોરા ટેન્ડર ફોર્મ મેળવવા માટે નિયત ફી રૂ. ૧૦૦/- "૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવાઓ" ના સદરે સરકારી ચલણથી જમા કરાવી, તેની અસલ નકલ રજૂ કરીને ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી તા. ૨૭/૦૭/૨૦૨૬ સુધીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખા (રૂમ નં. ૧૨૮) માંથી કોરા ફોર્મ મેળવી લેવાના રહેશે.

નિયત કરાયેલી શરતો અનુસાર, ટેન્ડર ફોર્મ ભરતી વખતે દરેક વર્ગ માટે વર્ગવાર અનામતની રકમ (EMD) રૂ. ૧૦૦૦/- "૮૪ ૪૩ સિવિલ ડિપોઝીટ" ના સદરે જમા કરાવી, તેના અસલ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથેનું સંપૂર્ણ ભરેલું ટેન્ડર આગામી તા. ૦૩/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધીમાં કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. આ તમામ પ્રાપ્ત થયેલા ટેન્ડરો આગામી તા. ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૬:૦૦ કલાકે મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની ચેમ્બરમાં સત્તાવાર રીતે ખોલવામાં આવશે. ટેન્ડર નોટિસની વિસ્તૃત શરતો ટેન્ડર ફોર્મની સાથે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

મોરબી જિલ્લા સ્વાગતની તારીખ-સમયમાં ફેરફાર કરાયો
મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાનારા આગામી જુલાઈ-૨૦૨૬ ના જિલ્લા સ્વાગત કાર્યક્રમની પૂર્વ નિર્ધારિત તારીખ અને સમયમાં અનિવાર્ય વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ કાર્યક્રમ તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર હતો. પરંતુ, હવે આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ અરજદારો અને નાગરિકોને તારીખ અને સમયના આ સુધારાની ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની યાદીમાં જણાવાયું છે.






Latest News