મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબીમાં વિદ્યાર્થીઓના વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને રૂપિયા પડાવવાના ગુનામાં રીઢા ગુનેગારની ધરપકડ મોરબીમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અધિકારી-સફાઈકર્મીઓનું કરાયું સન્માન મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ-હિસ્ટ્રી શીટરોના ઘરોમાં પોલીસની 25 જેટલી ટીમો દ્વારા ચેકિંગ મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો


SHARE







મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો

ગુજરાતમાં જે ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા વળતરની નવી નીતિ જાહેર કરીને  પરિપત્ર પણ બહાર કરવામાં પાડવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે મોરબીના ખેડૂતોની પદયાત્રા યોજાઇ હતી અને એક કે બે નહીં પરંતુ કુલ મળીને 365 ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે સરકારના નવા પરિપત્રનો અસ્વીકાર કરીને તેમાં વીજપોલ અને વાયરના કોરિડોર માટે 400 ટકા વળતર સહિતના ત્રણ ઓપ્શન સરકારને આપવામાં આવેલ છે અને જો તેને ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ગુજરાતનાં ખેડૂત નક્કી કરશે તે મુજબ આંદોલન આગળ વધશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર અને પહેલા વળતરની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું દરમ્યાન પહેલા પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ 19 દિવસ સુધી જેતપર ગામે ઉપવાસી છાવણી રાખીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું દરમિયાન સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે વળતરની નવી નીતિ જાહેર કરવામાં આવી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે જોકે તે પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ જેતપર ગામના ખેડૂતો દ્વારા આ પરિપત્રને લોલીપોપ સમાન ગણાવીને તેનો અસ્વીકાર કર્યો હતો ત્યાર બાદ મંગળવારે મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા અને પદયાત્રા યોજીને કલેક્ટર કચેરી ખાતે જઈને જુદીજુદી 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જાહેર કરવામાં આવેલ નવી નીતિના પરિપત્રનો લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોના ખેતરમાં વીજપોલ આવવાથી અને વાયર પસાર થવાથી તેઓને જીવનું જોખમ છે તે સહિતની બાબતોને ધ્યાને લઈને ખેડૂતોની માંગણી મુજબ નુકશાની સહિતની બાબતોને ધ્યાને લઈને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

આંદોલનના મુખ્ય અગ્રણી નેહુલભાઈ અમૃતિયાએ જણાવ્યા મુજબ સરકાર દ્વારા તા. 4/7/2026 ના રોજ જે પરિપત્ર નવી વળતર નીતિ માટે જાહેર કરવામાં આવ્યો છે તેમાં સુધારો કરવા માટે સરકારને 3 ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાં પહેલો ઓપ્શન વીજ પોલના ટાવર બેઝ માટે ખેડૂતોને બજાર કિંમતના 400 ટકા વળતર તેમજ કોરીડોર માટે ગ્રામ્ય, શહેર અને મહાપાલીકા વિસ્તારમાં તમામને એક સમાન 260 ટકા વળતર ચૂકવવામાં આવે, બીજો ઓપ્શન વર્ષ 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ ખેડૂતોને બજાર કિંમતનું 4 ગણુ વીજપોલ અને કોરિડોર માટે વળતર આપવામાં આવે અને ત્રીજો ઓપ્શન વર્ષ 2006 ના લાયસન્સી રૂલ મુજબ ટાવર અને કોરિડોર માટે ખેડૂત અને કંપની દ્વારા ભાડું નક્કી કરવામાં આવે અને દર મહિને અથવા તો વાર્ષિક ખેડૂતોને ભાડું આપવામાં આવે જો અમારી માંગણીઓ મુજબ નવા પરિપત્રમાં સુધારો કરવામાં નહીં આવે તો આ પરિપત્ર આખા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે જેથી ગુજરાતના ખેડૂતો જે નક્કી કરશે તે મુજબ આગામી સમયમાં આંદોલન ચાલુ રાખવામાં આવશે

મોરબીમાં યોજાયેલ ખેડૂતોની પદયાત્રામાં મહિલાઓ સહિત અંદાજે 2000 જેટલા લોકો જોડાયા હતા અને જય જવાન જય કિસાનના નારાથી મોરબીના માર્ગ ગોજીયા હતા હાલમાં ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોને તેઓની માગણી મુજબનું વળતર ચૂકવવામાં આવે ત્યાર પછી તેઓના ખેતરની અંદર વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂત વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી જ ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે અને ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવા દેવામાં નહીં આવે તેવી ખુલ્લી ચેતવણી સરકાર અને ખાનગી વીજ કંપનીને આપવામાં આવી હતી જો કે, જિલ્લાના કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા પત્રકારોને માહિતી આપતા સમયે સરકારના પરિપત્રથી ખેડૂતોને ખૂબ સારું વળતર મળી રહ્યું છે તેવું કહેવામા આવ્યું હતું સાથોસાથ આગામી સમયમાં એમઆરસીની રચના કરીને ખેડૂતોને વળતર આપવા માટેની કામગીરી શરૂ કરાશે અને ખેડૂતોને વળતર મળે તે પછી જ તેના ખેતરમાં કામ કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી જો કે, હાલમાં ખેડૂતોએ તેની એકતા બતાવીને શાંતિપૂર્ણ રીતે મોરબીમાં પદયાત્રા યોજીને કલકેટર મારફતે પોતાની માંગણીઓને સરકાર સુધી પહોચાડી દેવામાં આવી છે અને આગામી સમયમાં સરકાર ખેડૂતોની માંગણી મુજબના સુધારા વળતર નીતિના પરિપત્ર કરશે કે પછી આંદોલન ઉગ્ર બનશે તે તો હવે સમય જ બતાવશે.






Latest News