મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે
SHARE
મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે
મોરબી જિલ્લાની વિવિધ રાજ્ય સરકારની કચેરીઓમાં આગામી નાણાકીય ગાળા એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૬ થી તા. ૩૧/૦૩/૨૦૨૮ સુધીના સમયગાળા માટે વર્ગ અ, બ અને ક ની રદ્દી પસ્તી ઉપાડવાનો ઇજારો (કોન્ટ્રાક્ટ) આપવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં રસ ધરાવતી ઈચ્છુક વ્યક્તિઓ કે સંસ્થાઓએ કોરા ટેન્ડર ફોર્મ મેળવવા માટે નિયત ફી રૂ. ૧૦૦/- "૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવાઓ" ના સદરે સરકારી ચલણથી જમા કરાવી, તેની અસલ નકલ રજૂ કરીને ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી તા. ૨૭/૦૭/૨૦૨૬ સુધીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખા (રૂમ નં. ૧૨૮) માંથી કોરા ફોર્મ મેળવી લેવાના રહેશે.
નિયત કરાયેલી શરતો અનુસાર, ટેન્ડર ફોર્મ ભરતી વખતે દરેક વર્ગ માટે વર્ગવાર અનામતની રકમ (EMD) રૂ. ૧૦૦૦/- "૮૪ ૪૩ સિવિલ ડિપોઝીટ" ના સદરે જમા કરાવી, તેના અસલ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથેનું સંપૂર્ણ ભરેલું ટેન્ડર આગામી તા. ૦૩/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધીમાં કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. આ તમામ પ્રાપ્ત થયેલા ટેન્ડરો આગામી તા. ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૬:૦૦ કલાકે મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની ચેમ્બરમાં સત્તાવાર રીતે ખોલવામાં આવશે. ટેન્ડર નોટિસની વિસ્તૃત શરતો ટેન્ડર ફોર્મની સાથે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.
મોરબી જિલ્લા સ્વાગતની તારીખ-સમયમાં ફેરફાર કરાયો
મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાનારા આગામી જુલાઈ-૨૦૨૬ ના ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ની પૂર્વ નિર્ધારિત તારીખ અને સમયમાં અનિવાર્ય વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ કાર્યક્રમ તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર હતો. પરંતુ, હવે આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ અરજદારો અને નાગરિકોને તારીખ અને સમયના આ સુધારાની ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની યાદીમાં જણાવાયું છે.