સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અધિકારી-સફાઈકર્મીઓનું કરાયું સન્માન


SHARE





મોરબીમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અધિકારી-સફાઈકર્મીઓનું કરાયું સન્માન

મોરબી મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા. 14 જુલાઈના રોજ "નમસ્તે દિવસ" નિમિત્તે ડેપ્યુટી મેયર, દંડક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કોર્પોરેટરોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ સેનિટરી ઇન્સ્પેક્ટર ધારા પટેલ, શ્રેષ્ઠ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર મીના વાઘેલા તેમજ શ્રેષ્ઠ સફાઈકર્મી આશાબેન પઠાણનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સફાઈકર્મીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખી તેમને PPE કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી તપાસ અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સફાઈકર્મીઓના યોગદાનને બિરદાવવાનો, તેમની કામગીરીને પ્રોત્સાહિત કરવાનો તેમજ સુરક્ષિત અને સ્વચ્છ કાર્યપરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો હતો.




Latest News