સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત


SHARE





મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત

વાવડી રોડ લાભ શુભ સોસાયટીમાં રહેતા કરણ દેગામાને તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો

મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો હતો. તેને તત્કાલ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, કરણ ઉર્ફે કાળો દિનેશભાઈ દેગામા (ઉંમર વર્ષ 12, રહે. લાભ શુભ સોસાયટી, ગોકુલ પાર્ટી પ્લોટ સામે, વાવડી રોડ, મોરબી) ગઈકાલે સાંજે 6.30 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે થાંભલામાંથી વિજ કરંટ લાગતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયો હતો.જ્યાં રાત્રે 1.10 વાગ્યાં આસપાસ તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પુછપરછમાં ખૂલ્યું હતું કે મૃત્યુ પામનાર કરણ ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો.વીજ પોલ ઉપર કબૂતર બેઠા હતા.તેને પકડવા થાંભલા ઉપર ચડવા જતા વીજ લાઇનનો કેબલ હાથમાં આવી જતા કરંટ લાગ્યો હતો.જેથી કરણ ઉર્ફે કાળો દિનેશભાઈ દેગામાનું મોત નીપજ્યું હતું.

હળવદના ટીકર ગામે સાપ કરડી જતા

હળવદના ટીકર ગામે રહેતા પરીવારના દિલીપ વિકેશભાઈ રાઠોડ નામના 13 વર્ષના બાળકને વાડી ખાતે સાપ કરડી જતા વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.  નવા દેવળીયા ગામે રહેતા કમલેશ દેવશીભાઈ વડેચા (15) અને મેહુલ દેવશીભાઈ વડેચા (30) ને ગામના વાડી વિસ્તારમાં મારામારીમાં ઈજા થયેલ હોય બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા ભાવેશ અરવિંદભાઈ રાવલ નામના તેર વર્ષના બાળકને સાપ કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. માળીયા હાઈવે ભરતનગર પાસે ટ્રક પાસે ઉભેલ રીક્ષાને સાઈડમાં લેવાની વાતે બોલાચાલી બાદ મારામારી થતા ઈજા પામેલા હનીફભાઈ વલીમામદ સામાણી (30) રહે. માળીયા (મીં)ને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો

 




Latest News