મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ


SHARE







મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ

મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો અને મુળ ધોરાજી તાલુકાના કલાણા ગામનો વતની ડેનિસભાઈ રામજીભાઈ ડેડકિયા પટેલ નામનો ૩૩ વર્ષનો યુવાન કારખાનામાં કામ કરતો હોય તા.૮-૭ ના રાતના દશેક વાગ્યે બાઈક લઈને પરત ઘરે જતો હતો.ત્યારે જેતપર પીપળી રોડ ઉપર પીપળી ગામ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં આવેલ માનસધામ સોસાયટી નજીક તેનું બાઈક ખાડામાં પડ્યું હતું.જેથી ગંભીર ઇજાઓ થવાથી ડેનીસ ડેડકિયા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.મોડી રાત્રીના બનેલા બનાવ બાદ મૃતદેહને સિવિલે ખસેડાતા ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.જે બનાવમાં હાલમાં મૃતકના પત્ની રૂપાબેન દિનેશભાઈ ડેડકીયા હાલ રહે.મહેન્દ્રનગર મૂળ રહે.કલાણા તા.ધોરાજી એ પોતાના મૃતક પતિ ડેનિશભાઈ ડેડકીયા સામે જ ફરિયાદ નોંધાવી છે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી વાહન ખાડામાં પડતા માથાના અને શરીરના ભાગે ઈજા થવાથી તેઓનું મોત નિપજયુ હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ નોંધ કરીને તપાસ કરી હતી.અત્રે નોંધનીય છે કે પીપડી રોડ બન્યા બાદ રોડની સાઈડમાં બનાવ જગ્યાએ સેફટીવોલ ન હોવાના લીધે આ બનાવ બન્યો હોય અને તે બાબત પણ અકસ્માત માટે કારણભૂત છે.તેવું સ્થાનિક લોકોમાંથી જાણવા મળે છે.
માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં ફરીયાદ નોંધાઇ
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ વીરવિદરકા ગામના પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી જેથી ટ્રકમાં ફસાઈ ગયેલ એક ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે એક ડ્રાઈવરને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.તે બનાવમાં ફરીયાદ નોંધાઇ છે.હાલમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા રામવાવ ગામના વતની ધારાભાઈ પેથાભાઈ વરચંદ જાતે આહિર (ઉમર ૫૧) એ ટ્રક નંબર જીજે ૩૯ ટીએ ૬૦૬૮ ના ચાલક રાહુલ ધારાભાઈ વરચંદ જાતે આહીર (૨૪) રહે.રામવાવ રાપર કચ્છ વાળા પોતાના મૃતક પુત્ર સામે માળિયા (મિં.) પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે વિરવિદરકા ગામ પાસે હોટલની સામેના ભાગમાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બનાવ બન્યો હતો.જે બનાવમાં ટ્રક સાથે ટ્રક અથડાતા વાહનમાં આગ લાગી ગઈ હતી અને બંને ટ્રકની કેબિનનો ભૂક્કો બોલી ગયો હોય તે કેબિનની અંદર ટ્રકના ડ્રાઇવરો ફસાઈ ગયા હતા જોકે, એક ડ્રાઈવરને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢીને સારવાર માટે લઈ ગયા હતા એક ડ્રાઈવર ટ્રકની અંદર ફસાઈ ગયેલ હતો અને ટ્રકમાં આગ લાગવાના કારણે તે ડ્રાઇવર રાહુલ ધારાભાઈ વરચંદ જાતે આહીરનું વાહનની અંદર જ મોત નીપજ્યું હતું.માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના આ બનાવમાં કચ્છ જિલ્લાના રહેવાસી રાહુલ ધારાભાઈ આહીર (૨૪) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે.કચ્છ બાજુ જવાના રસ્તા ઉપરથી ડમ્પર નંબર જીજે ૩૬ ટીએ ૬૬૮ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે ડમ્પરના ચાલકે કોઈપણ કારણોસર પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને સામેના રસ્તા ઉપરથી આવતા ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૬૬૬૬ ની સાથે અથડાયું હતું જેના કારણે વાહનમાં આગ લાગી હતી આ બનાવમાં મોરબીથી કચ્છ તરફ જતા ડમ્પરની અંદર રહેલા ડ્રાઇવર રાહુલનું મોત નીપજયું હતુ.






Latest News