મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

અધીકારી-કોન્ટ્રાકટરની બેદરકારીએ જીવ લીધો: મોરબીના પીપળી રોડ ઉપર બાઈક ખાડામાં પડતા યુવાનનું મોત


SHARE





અધીકારી-કોન્ટ્રાકટરની બેદરકારીએ જીવ લીધો : મોરબીના પીપળી રોડ ઉપર બાઈક ખાડામાં પડતા યુવાનનું મોત

ઘુંટુ રોડ ઉપરથી રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત, ફોનમાં વાત દરમિયાન પડી ગયેલ યુવાનનું મોત

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ સોસાયટી નજીકથી બાઈક લઈને જઈ રહેલા યુવાનનું બાઈક ખાડામાં પડી ગયું હતું. જેથી કરીને યુવાન રોડ ઉપરથી નીચે ખાલી તળાવમાં પડતા તેને ગંભીર ઇજાઓ થઈ હોય તેનું મોત નિપજયુ હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જેતપર રોડ બન્યો હોય અને પીપળી ગામ પાસે આ બનાવ બન્યો હતો.ત્યાં ખાલી પડેલા તળાવમાં રોડની સાઈડમાં પુલીયા પાસે આડસ કરેલી ન હોય અને સેફટી વોલ ન હોવાના કારણે યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં રોડ ઉપરથી સાઈડમાં નીચે ઉતરી ગયો હતો અને નીચે પડતા માથા અને શરીરના ભાગે ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું.આમ અધિકારી-કોન્ટ્રાક્ટરોની બેદરકારી લોકોના જીવ લઈ રહી છે.તેવો બનાવ સામે આવ્યો છે.

આ બાબતે તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો અને મુળ ધોરાજી તાલુકાનો વતની ડેનિસભાઈ રામજીભાઈ ડેડકિયા પટેલ નામનો ૩૩ વર્ષનો યુવાન કારખાનામાં કામ કરતો હોય તા.૮-૭ ના રાતના દશેક વાગ્યે બાઈક લઈને પરત ઘરે જતો હતો.ત્યારે જેતપર પીપળી રોડ ઉપર પીપળી ગામ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં આવેલ માનસધામ સોસાયટી નજીક તેનું બાઈક ખાડામાં પડ્યું હતું.જેથી ગંભીર ઇજાઓ થવાથી ડેનીસ ડેડકિયા નામના યુવાનનું મોત થયુ હતું.મોડી રાત્રીના બનેલા બનાવ બાદ મૃતદેહને સિવિલે ખસેડાતા ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.

જ્યારે બીજો બનાવ મોરબીના ઘુંટુ રોડ નજીક બન્યો હતો. જેમાં ઘુંટુ રોડ ઉપર રહેતા કિશોરભાઇ રામશંકર શર્મા નામના ૪૫ વર્ષના યુવાનને બેભાન હાલતમાં મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન કિશોરભાઈ શર્મા નામના યુવાનનું મોત નિપજયુ હતું.બનાવની રાજકોટ ખાતેથી જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.જ્યારે ત્રીજો બનાવ મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ ગામ પાસે બન્યો હતો.ત્યાં આવેલ નેક્સસ સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો દિપકભાઇ ટીનારામ દાસ નામનો ૪૧ વર્ષનો યુવાન લેબર કોલોની વિસ્તારમાં ઉભાઉભા ફોન ઉપર વાત કરતો હતો અને વાત કરતા કરતા તે પડી ગયો હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.જેથી તેના ડેડબોડીને સિવિલે લાવવામાં આવ્યુ હતુ.જેથી પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ સ્ટાફના એ.એમ.ગરિયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News