મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન ટંકારાના નસીતપર અને હળવદમાં જુગારની જુદીજુદી બે રેડ: 16 શખ્સો 2.24 લાખના મુદામાલ સાથે પકડાયા માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને ઇજા કરનારા સામે પોલીસ કાર્યવાહી


SHARE







મોરબીમાં યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને ઇજા કરનારા સામે પોલીસ કાર્યવાહી

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઇક સામે એક શખ્સ આવી ગયો હતો અને તેને પોતાના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને માર મારીને ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન માં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી.

મોરબીના મહેન્દ્રપરા ઘાંચી શેરીમાં રહેતા રમેશભાઈ ભોજાભાઇ ટોયેટા (35)એ થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત સામે ફરિયાદ કરી હતી કે, વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસેથી ફરિયાદી તથા સાહેદ બાઈક નંબર જીજે 36 એએચ 3316 ઉપર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બાઈકની સામે આવી ગયો હતો  અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ચાલુ બાઇકે ડાબા કાન ઉપર હાથમાં પહેરેલ પંચ વડે માર મારીને ઇજા કરી હતી ત્યાર બાદ ગાળો આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત રહે. વીસીપરા ગુલાબનગર મોરબી વાળા સામે અટકાયતી કાર્યવાહી કરી હતી

ઝેરી દવા પી લીધી

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા કાંતાબેન બચુભાઈ પટેલ (70) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બીયરના 3 ટીન

મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે રામકૃષ્ણનગર નજીકથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ત્રણ ટીમળી આવ્યા હતા જેથી પોલીસે 375 ની કિંમતના બિયરના જથ્થા સાથે આરોપી સિકંદર કરીમભાઈ જેડા (32) રહે. નોતીયાર પાન પાસે વીસીપરા મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીમાં રામકૃષ્ણનગરમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં અનિતાબેન મહેશભાઈ ડુંગરા (26) નામની મહિલાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News