મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાંથી અગાઉ જડતી સ્કવોર્ડની ટીમે શોધી કાઢેલ એક મોબાઈલની તપાસમાં પોલીસ કાર્યવાહી


SHARE







મોરબીની સબ જેલમાંથી અગાઉ જડતી સ્કવોર્ડની ટીમે શોધી કાઢેલ એક મોબાઈલની તપાસમાં પોલીસ કાર્યવાહી

મોરબીની સબ જેલમાં ગત મે માહિનામાં જડતી સ્કવોર્ડની ટીમ આવી હતી ત્યારે જડતી સ્કવોર્ડની ટીમ દ્વારા સબ જેલની જડતી દરમ્યાન જેલમાંથી બે સીમકાર્ડની સ્પેસ ધરાવતો સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો એક મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવેલ હતો ત્યાર બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમ્યાન જે તે સમયે જેલમાં રહેલા 3 કેદીઓની સામે તપાસનીસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.

અમદાવાદ ખાતેથી જડતી સ્ક્વોર્ડની ટીમ મોરબીની સબ જેલ ખાતે ગત મે મહિનામાં આવી હતી અને ત્યારે બે કલાક સુધી જેલની જડતી લેવામાં આવી હતી અને ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જેલના સર્કલ નં-1 ની બેરેક નં-1 ની પાછળના ભાગમાં આવેલ પ્રથમ સંડાસની કુંડીની અંદરથી કેચાડા કંપનીનો સિલ્વર-બ્લેક કલરનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને બે સીમકાર્ડ લાગે તેવો બેટરી સાથેનો મોબાઇલ ફોન જેલની અંદરથી મળ્યો હતો જે બાબતે જેલમાં ત્યારે કેદીઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે કોઈએ મોબાઇલની માલિકી સ્વીકારી ન હતી જેથી જડતી સ્કવોર્ડ જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.આર.જાડેજા ચલાવી રહ્યા છે અને તેઓએ હાલમાં આ ગુનામાં મયૂરસિંહ ઉર્ફે કાલી ભરતભાઇ રાઠોડ રહે. સુખપર હળવદ, યશપાલસિંહ જાડેજા સહિત 3 ને નોટિસ આપી છે અને તેઓની સામે કાર્યવાહી કરેલ છે જો કે, મોબાઇલની માલિક કોની હતી તે અંગેની તપાસ હજુ પણ ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ધનાભાઈ ધીરુભાઈ (34), રમાબેન ધનાભાઈ (33) અને પૂજાબેન ધનાભાઈ (13) રહે. બધા બોટાદ વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સીએસસી ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

માળીયા (મી) તાલુકાના ખારેચી ગામે ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાજુભાઈ બાબુભાઈ રાઠોડ (34) નામના યુવાનને જા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી જનાવર કરડી ગયું
માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે આવેલ કારખાનામાં ઝેરી જનાવર કરડી જવાના કારણે અનુબેન અમિતભાઈ ભાભર (26) નામની મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છ






Latest News