મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ


SHARE







મોરબીમાં સિપાઇવાસ પાસેથી ૧૫૪ બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સિપાઇવાસ નજીકથી પસાર થઇ રહેલા એકટીવા ચાલકને અટકાવ્યો હતો.અને તેની તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની ૧૫૪ બોટલ દારૂ મળી આવતા દારૂ તથા એકટીવા સાથે હાલ એકને પકડવામાં આવ્યો હતો અને તેની પુછપરછમાં બે ના નામ ખુલતા ત્રણેયની સામે ફરિયાદ નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.ત્યારે શહેરના સિપાઈવાસ વિસ્તારમાં આવેલ જાગૃતિ બ્યુટી પાર્લર પાસેથી પસાર થતાં એકટીવાને અટકાવી તેમાં ચેકિંગ કરતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની ૧૫૪ બોટલ દારૂ કિંમત રૂપિયા ૧૯,૨૫૦ નો મુદામાલ મળી આવ્યો હતો.જેથી દારૂ તથા રૂપિયા ૫૦,૦૦૦ નું એકટીવા એમ કપલ રૂ.૬૯,૨૫૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી સિદીક ઇસ્માઇલ ચાનીયા (૫૪) રહે.વાઘપરા મોરબીને પકડવામાં આવ્યો હતો.અને તેની ઉલટ તપાસમાં અક્રમ મહેબૂબ શાહમદાર રહે.મકરાણીવાસ મોરબી તથા જુબેર ઉર્ફે બબુડો મહેબુબ પાયક રહે.પંચાસર રોડ જનકનગર મોરબીના નામ સામે આવ્યા હોય ત્રણેયની સામે ગુનો નોંધી રૂપિયા ૬૯,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ એ ડિવિઝન પોલીસે શહેરના ગાંધી ચોક પાસેથી નીકળેલા દિનેશ મૂળજીભાઈ નિમાવત (૨૭) રહે.સાયન્ટીફીક રોડ મોરબી ને અટકાવી તેની ઝડતી લેતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૭૪૭ ની કિંમતના દારૂ સાથે પકડી તેણે દારૂની બોટલ ક્યાંથી મેળવી ? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News