મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ
મોરબીના રવાપર ગામે આગામી શનિવારે કિસાન સંમેલન આયોજન, ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટે તેવી શક્યતા: નિલેશભાઈ એરવાડીયા
SHARE
મોરબીના રવાપર ગામે આગામી શનિવારે કિસાન સંમેલન આયોજન, ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટે તેવી શક્યતા: નિલેશભાઈ એરવાડીયા
મોરબીમાં આગામી સમયમાં નિલેશ એરવાડિયાની આગેવાની હેઠળ કિસાન સંમેલન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે નિલેશ એરવાડીયાના નિવાસી પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ખેડૂતોના હક, હિત અને સન્માન માટે સરદાર સેનાની રચના કરવામાં આવશે સમગ્ર ગુજરાતની અંદર સરદાર સેના દ્વારા ખેડૂતોના હિત માટે લડત ચલાવવા આવશે. જો કે, હાલમાં જે રીતે હકાભા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નિલેશ એરવાડિયાe કહ્યું હતુ કે,જો ભવિષ્યમાં મારા ઉપર આક્ષેપો થશે તો હું સરદાર સેનામાંથી પણ હટી જઈશ.
મોરબીના જેતપર ગામે 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલ્યું હતું. જેના 18 માં દિવસે નિલેશભાઈ એરવાડીયા અને હકાભા ગઢવીનો એક ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ આંદોલન સમિતિએ તાત્કાલિક નિર્ણય લઈને નિલેશભાઈને આંદોલનની છાવણીમાંથી હટી જવા માટે સમજાવ્યા હતા ત્યારબાદ નિલેશભાઈ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને 19 માં દિવસે આંદોલનની છાવણી ખાતે ઉપવાસ કરતા ઉપવાસીઓના આંદોલન સમિતિના સભ્યોના કહેવાથી દીકરીઓના હસ્તે પારણા કરી દેવામાં આવ્યા હતા જોકે આજે નિલેશભાઈ એરવાડીયાએ પોતાના નિવાસ્થાન ખાને ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી તા 18/7 ને શનિવારના રોજ રવાપર ગામે બહુચર મંદિરની સામેના ભાગમાં આવેલ મેદાનમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન ગુજરાત સરદાર સેના દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે તેવું નિલેશભાઈ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
જોકે તેમના ઉપર હકાભા ગઢવી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જે ઓડિયો વાયરલ થયો હતો તે બાબતે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે મારી સામે આક્ષેપો થયા છે મેં હકાભા પાસેથી કોઈ રૂપિયા લીધા નથી માટે પોલીસ ફરિયાદ કરવાનો કોઈ પ્રશ્ન નથી અને જે રીતે હાલમાં આક્ષેપો થયા છે આવી રીતે જો ભવિષ્યમાં તેમની સાથે કોઈપણ પ્રકારના આક્ષેપો થશે તો તેઓ સરદાર સેનાથી પણ હટી જવા માટે તૈયાર છે કારણ કે ખેડૂત આંદોલન સમિતિ હોય કે સરદાર સેના હોય તે ખેડૂતોના હિત માટે કામ કરે છે અને તેમના લીધે જો આ સંસ્થાઓને કે ખેડૂતોને નુકસાન થાય તેવું હોય તો તેઓ તેનાથી હટી જવા માટે તૈયાર છે. હાલમાં સરદાર સેનાની શરૂઆત મોરબી જિલ્લાથી કરવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર સરદાર સેનાની રચના કરવામાં આવશે અને આ સેના ખેડૂતોના હિત, હક અને અધિકાર માટે લડત ચડાવશે અને જો અધિકારીઓ અને સરકાર કાયદામાં રહેશે તો અમે પણ કાયદામાં રહેશું અને જો તેઓ કાયદો તોડશે તો સરદાર સેના પણ કાયદો તોડશે જો ખેડૂતોની બહેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવશે તો સરદાર સેના મૌન નહીં રહે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને મોરબીમાં યોજનાર કિસાન સંમેલનમાં કોઈ મોટા નેતા આવશે કે નહીં તે સવાલના જવાબમાં નિલેશેભાઈએ કહ્યું હતું કે આ ખેડૂત સંમેલન છે તેમાં કોઈપણ ખેડૂતો આવી શકે છે અને આગામી સમયમાં રાકેશ ટિકેટ જેવા રાષ્ટ્રીય લેવલના ખેડૂત નેતાઓ પણ આવી શકે છે.