સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE





હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદના સુરવદર ગામ પાસે યુવાનને અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજયું  હતું ત્યારબાદ મૃતક યુવાનના પિતાએ ઝારખંડ રાજ્યમાં ફરિયાદ નોંધાવી હોય તે ઝીરો નંબરથી કરવામાં આવેલ ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝારખંડના વિશ્વાસટોલા નેજાબ ગામના રહેવાસી માસુમઅલી નઝરુલ ઇસલામ (53)એ હાલમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાંથી તેઓનો દીકરો શાનરેજા માસુમઅલી ઈસલામ (19) ગત તા. 3/12/25 ના રોજ રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા ટ્રેક્ટર ચાલાકે અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા શાનરેજાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માત
મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માત થયો હતો. જે બનાવમાં ઇજા થતાં મોમજીભાઈ મુન્નાભાઈ ચાવડા (૨૨) તથા વિશાલ રાજેશભાઈ અજાણા (૨૦) રહે.બંને હડમતીયા ટંકારાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.અને સ્ટાફના કિશોર મિયાત્રા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસી ફાટક નજીક એકટિવા અકસ્માતમાં ઇજા થયેલ હોય સુખદેવભાઈ રમેશભાઈ ચાવડા (૩૬) રહે.વીસીપરાને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના કે.કે.ટુકડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News