મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ !


SHARE







મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ !

હાલમાં પીજીવીસીએલમાં જે આવક થાય છે તેવામાં મોરબી જિલ્લો સૌથી વધુ આવક આપે છે અને કુલ આવકની સામે 32 ટકા આવક માત્ર મોરબી જિલ્લામાંથી થાય છે તો પણ વીજ અધિકારીઓની લાલિયાવાડી ચાલતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના ઉદ્યોગ અને ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને મેંટેનન્સ કરવાના નામે લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે પરંતુ વાસ્તવિક રીતે કામ કરવામાં આવતું નથી એટ્લે જ તો વરસાદના ચાર છાંટા પડતની સાથે જ વીજળી ગુલ થઈ જાય છે. ઘણી જગ્યાએ વીજપોલ અને વાયર જોખમી છે તેના માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે છતાં કામગીરીમાં કોઈ સુધારા આવતો નથી આટલું જ નહીં પરંતુ ઓધ્યોગિક વિસ્તારમાં ફીડર અને લાઈનો ઇન્સોટેલેશનમાં ખુબ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ઇ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવે છે. તેમજ વારંવાર પાવર ફોલ્ટ આવતા ઉદ્યોગોને મોટી નુકશાન વેઠવી પડે છે આજની તારીખે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વીજપોલ માંથી ઘણા જોખમી છે તેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે ત્યારે હવે વીજ કંપનીના અધિકારીઓએ કયારે જાગશે તે તો આગામી સમય જ બતાવશે. જો કે, વીજ કંપનીમાં ઇજનેરોની ફોજ હોવા છતાં પણ લાલિયાવાડી ચાલે છે જે કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે.






Latest News