મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત


SHARE







મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત

મોરબી તાલુકાના જૂના રફાળેશ્વર ગામે આવેલ તળાવમાંથી એક પુરૂષની લાસ મળી આવી હતી.જેની તપાસ કરવામાં આવતા મૃતક મકનસર ગામના વતની હોવાનું અને તેઓને કેન્સરની બીમારી હોય બીમારીથી કંટાળી જઈને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા તથા રાયટર ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત તા.૫-૭ ના રોજ મોરબીના જુના રફાળેશ્વર જવાના રસ્તે જાંબુડીયા નજીક આવેલ તળાવમાંથી આશરે ૫૦ વર્ષના વ્યક્તિની લાશ મળી આવી હતી.જેથી પોલીસને જાણ કરાતા સ્ટાફ ઘટના ગયો હતો.ત્યાં તપાસ કરતા તળાવમાંથી ડેડબોડી બહાર કાઢવામાં આવ્યું હતું અને આસપાસ તપાસ કરવામાં આવતા ત્યાં વૃક્ષની ઉપર થેલીમાં દવાની ફાઇલ અને કાગળ મળી આવેલ હોય જેને આધારે પોલીસે તપાસનો દોર આગળ વધારતા મૃતકનું નામ સોમાભાઈ નરશીભાઈ ગુંદરીયા કોળી (ઉમર ૬૩) રહે.જુના મકનસર તા.મોરબી હોવાનું સામે આવ્યું હતું.મૃતક છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હોય બીમારીથી કંટાળી જઈને તેઓએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું.

ગુમ પરત

મોરબીના લાલપર ગામે વિશાલદીપ સોસાયટી નજીક રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના કાનજીભાઈ ભગવાનજીભાઈ લાડોલા પટેલ નામના ૫૫ વર્ષના આધેડ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયા હતા.બાદમાં તાલુકા પોલીસ મથકના નંદરામભાઇએ તપાસ કરતા સામે આવ્યું હતું કે ગુમ થયેલા કાનજીભાઈ લાડોલાને કોઈની સાથે પૈસાની લેતીદેતી હોય અને સામેવાળા ધમકાવતા હોવાથી ડરી જઈને ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા.જો કે તે હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારના રામકૃષ્ણ તિલકરામ (૨૮), રક્ષાબેન તિલકરામ (૨૦), વિક્રમભાઈ તિલકરામ (૨૦) અને પીન્ટુભાઇ તીલકરામ (૨૪) ને બપોરે બે વાગ્યાના અરસામાં મારામારીમાં ઇજાઓ થયેલ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફારૂકભાઇ સુમરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે શહેરના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારી થઈ હતી.અને તે બનાવમાં ત્યાં રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે અતુલ નટવરભાઈ પંડ્યા નામના ૩૩ વર્ષના યુવાનને ઇજા થયેલ હોય તેને પણ સારવારમાં લઈ જવાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News