મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા !


SHARE







મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા !

મોરબીમાં આવેલ ઘાંચી શેરી વિસ્તારમાં રહેતો યુવાને તેના મિત્ર સાથે બાઈક ઉપર બેસીને મોરબીના વીસીપરા મેન રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઇક સામે એક શખ્સ આવી ગયો હતો અને તેને પોતાના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને કોઈપણ કારણ વગર માર મારીને ઈજા કરી હતી તેમજ યુવાન અને તેના મિત્રને ગાળો આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મહેન્દ્રપરા ઘાંચી શેરીમાં રહેતા રમેશભાઈ ભોજાભાઇ ટોયેટા (35)મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત રહે. વીસીપરા ગુલાબનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસેથી ફરિયાદી તથા સાહેબાઈક નંબર જીજે 36 એએચ 3316 ઉપર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બાઈકની સામે આવી ગયો હતો  અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ચાલુ બાઇકે ડાબા કાન ઉપર હાથમાં પહેરેલ પંચ વડે માર મારીને ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેને ગાળો આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીમાં આવેલ જનકલ્યાણનગરમાં રહેતા કૈલાશભાઈ તુષારભાઈ ત્રિવેદી (22) નામનો યુવાન એકટિવા લઈને કારખાનેથી ઘરે પરત જતો હતો ત્યારે ફર્ન હોટલ સામે રસ્તામાં આવેલ ખાડાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનને કોણીના ભાગે ફેક્ચર થયું હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહિદાસપરામાં રહેતા પારસ ગંગારામ (20) નાના યુવાનને માર મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેના સારવાર આપીના બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News